ગોધરા: ગોધરામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ: અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત, ભારે પવન ફૂંકાયો હતો
ગોધરામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ: અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત, ભારે પવન ફૂંકાતા નગરમાં અંધારપટ છવાયો,ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા બે દિવસોથી અસહ્ય ગરમી અને અકળાવનારા ઉકળાટ બાદ આજે મોડી સાંજના સમયે અચાનક આકાશ મા કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મિની વાવાઝોડા જેવા ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી અચાનક બદલાયેલા મિજાજ વચ્ચે વરસાદ