મોટા વરાછાની મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમો નેવે મૂકી પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરાયાનો આક્ષેપ. રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ થતા મહિલાઓ રસ્તા પર ઉતરી. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સરકારી નિયમો અને સ્થાનિક રહીશોની શાંતિને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વધુ એક વિવાદ. મોટા વરાછા ખાતે આવેલી મારૂતિધામ સોસાયટી (વિભાગ-૨) માં નિયમો વિરુદ્ધ પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડ્યો. સોસાયટીની બહેનોએ હાથમાં લેખિત ફરિયાદોની નકલો રાખીને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. મામલો એટલો ગંભીર બન્યો હતો કે ઘટનાસ્થળે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી. તેમ છતાં સ્થાનિકોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.
#Surat #MotaVarachha #Marutidham #SchoolControversy #SuratNews #BreakingNews #GujaratNews #Protest #LocalNews #WomenProtest #LatestNews #NewsUpdate #Police #SuratBreaking #PublicIssue