ગોધરા: ગોધરામાં ટ્રકના ચેસીસ નંબર બદલી છેતરપીંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો
ગોધરામાં એસ.ઓ.જી પોલીસે ટ્રકના ચેસીસ નંબર બદલી ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે સ્ટાર હોટલ પાર્કિંગમાંથી એક શંકાસ્પદ ટાટા ટ્રક ઝડપાયો, જેમાં બે અલગ આર.ટી.ઓ. નંબર જોવા મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે સ્ક્રેપ ટ્રકનો ચેસીસ નંબર ગેરકાયદેસર રીતે બદલી અન્ય ટ્રક પર મૂકીને ખોટા નામે રજીસ્ટ્રેશન કરાયું હતું. પોલીસે મોહંમદ સાલેહ ફારૂક બક્કર અને સરફરાજ નુરૂભાઈ લુહારની ધરપકડ કરી છે. આશરે 15 લાખનો ટ્રક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ