બાબરા: બાબરા તાલુકામાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ઉકેલ — એલ.સી.બી. ટીમે પરપ્રાંતીય ત્રિપુટીને ઝડપાયા
Babra, Amreli | Oct 14, 2025 ભાવનગર રેંજના આઈ.જી.પી. ગૌતમ પરમારના માર્ગદર્શન અને અમરેલી એસ.પી. સંજય ખરાતની સૂચનાથી અમરેલી એલ.સી.બી. ટીમે ત્રણ પરપ્રાંતીય ચોરોને રોકડ રકમ, બે મોટરસાયકલ અને મોબાઇલ સહિત રૂ. ૮૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. પુછપરછમાં બાબરા તાલુકાના નડાળા, ગરણી અને વલારડી ગામની ત્રણ ઘરફોડ ચોરીઓની કબુલાત મળતાં કુલ ૩ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ થયા.