ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે મળેલી બાતમીના આધારે દીપકચોક વિસ્તારમાં રેઈડ કરી જીગર નરેન્દ્રભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટરમાં ગેરકાયદેસર રીતે રાખેલ વિદેશી દારૂની 8 નંગ બોટલો ઝડપી લીધી હતી, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.