ભાવનગર શહેર: વડવા બ વિસ્તારના મહાનગર પાલિકામાં ભાજપના પૂર્વ નગરસેવક સેજલબેન ગોહેલ કોંગ્રેસમાં જોડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
આજે તારીખ 6 એપ્રિલ સોમવારને સવારે 12 કલાકે કોંગ્રેસ સમિતિ દ્વારા કમિન્ટમેન્ટ જાહેરાત કરવામાં આવી હતી. પાનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગર પાલિકાના વડવા બ વિસ્તારના ભાજપના પૂર્વ નગરસેવક મહિલા સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા.