વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ખાતે ધજા ચડાવવા માં આવી રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે નવરાત્રી દરમિયાન પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવા માં આવે છે ત્યારે આ વર્ષે પણ ધજા ચડાવવા માં આવી હતી જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને જિલ્લામાં શાંતિ અને સલામતી માટે માં ચામુંડાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.