ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અત્યારે સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં પણ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના ગણાતા 'વિજ્ઞાન' વિષયની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે વિજ્ઞાનનું પેપર અઘરું હોવાની ભીતિ સેવાતી હોય છે, પરંતુ આજનું પેપર આશા ક