ભાવનગર શહેર: તરસમિયા રોડ વિસ્તારમાં રહેતા વૃદ્ધને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું
Bhavnagar City, Bhavnagar | Jun 21, 2026
ભાવનગર શહેરના તરસમિયા રોડ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું મારામારીમાં ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. તરસમિયા રોડ વિસ્તારમાં ગત તારીખ 26/5 ના મારામારીની ઘટના બની હતી. જેમાં વૃદ્ધને ઈજા પહોંચી હતી જે ઘટનામાં આજરોજ સારવાર દરમિયાન વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.