પોરબંદર: કુછડી ગામે રહેતા આધેડે તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો,મૃતદેહ પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
કુછડી ગામે રહેતા કુછડીયા પરબતભાઈ અરભમભાઈ નામના આધેડે તેમના ઘરે ઝાડ સાથે વાયર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા આધેડના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.