આહવા: ડાંગમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન
ડાંગ જિલ્લાની આહવા તાલુકા શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ. 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.