વડોદરાથી દાહોદ તરફ આવતી ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. લીમખેડા અને પીપલોદ વચ્ચે ચાલુ ટ્રેનમાં ત્રણ ઈસમોએ જૂની અદાવત કે અન્ય કારણોસર મારામારી કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું. જોકે, દાહોદ રેલવે પોલીસે સમયસૂચકતા વાપરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.