વાલિયા: વાલિયા ગણેશ સુગર ફેક્ટરી ખાતે શ્રીમદ ભાગવતમ કથાકાર રમેશભાઈ ઓઝા એ સુગર ફેક્ટરી ખાતે ટુકુ રોકાણ કર્યું હતુ
Valia, Bharuch | Nov 1, 2025 વાલિયા ગણેશ સુગર ફેક્ટરી ખાતે શ્રીમદ ભાગવતમ કથાકાર રમેશભાઈ ઓઝા એ સુગર ફેક્ટરી ખાતે ટુકુ રોકાણ કર્યું હતું.વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથા મહાપુરાણના પાવન પ્રસંગ પુર્ણાહુતી બાદ કથાકાર રમેશભાઈ ઓઝા વડોદરા જતા પહેલા વાલિયા તાલુકાના વટારીયા ગામ પાસે આવેલ ગણેશ સુગર ફેક્ટરી ખાતે ટુકુ રોકાણ કર્યું હતું આ રોકાણ દરમ્યાન સુગર ના દરેક કર્મચારી અને ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા તથા ડીરેકટર તેમજ મેનેજીંગ ડિરેકટર અંબુભાઈ રાણા ને આશીર્વાદ આપ્યા હતાં