ગોધરા: જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલના નુરપુરા અને રામપુરા ગામની મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલ તાલુકાના નુરપુરા અને રામપુરા ગામની મુલાકાત લઈ મહેસૂલી તથા વહીવટી કામગીરીની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.આ તપાસણી દરમિયાન તેમણે એપેન્ડીક્ષ-એ, હિસ્સા પત્રક, હિસ્સા નકશા, બિનખેતી વિષયક પાનિયા અને મહેસૂલી લેણાં જેવા મહત્વના રેકોર્ડ્સની ચકાસણી કરી હતી. સમીક્ષાના અંતે રેકોર્ડ નિભાવણીમાં જોવા મળેલી ક્ષતિઓને સુધારીને નિયત સમયમર્યાદામાં જરૂરી પૂર્તતા કરવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા.