ગોધરા: ગોધરા શહેરમાં ફોરેસ્ટર મહિલાનો કિંમતી મોબાઈલ ગુમ: એ-ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ
ગોધરામાં ફરજ બજાવતા મહિલા વનકર્મી જશોદાબેન કેશવભાઈ વણકરનો ₹૧૫,૦૦૦ની કિંમતનો બ્લ્યુ કલરનો મોબાઈલ ફોન ગુમ થયો છે. ગત તારીખ ૦૨ જૂનના રોજ સાંજના સમયે ગાંધી પેટ્રોલ પંપથી ફોરેસ્ટ કોલોની તરફ જવાના માર્ગ પર તેમનો આ ફોન ક્યાંક પડી ગયો હતો.સ્થાનિક સ્તરે પ્રાથમિક શોધખોળ કરવા છતાં મોબાઈલ ફોન મળી ન આવતા, આખરે જશોદાબેને ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે લેખિતમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે કાયદેસરની જાણવા જોગ નોંધીને ગુમ થયેલા મોબાઈલની શોધખોળ માટે આગળન