વિજાપુર આશસેકન્ડરીએજ્યુકેશનટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે દરવર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. સતત બે દિવસ સુધી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સોલર પદ્ધતિ, બેટરી રીચાર્જ સિસ્ટમ, વૈજ્ઞાનિક મોડેલ્સનું ભવ્ય પ્રદર્શન શાળામાં મુકાયું હતું.પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ, આમંત્રિતો તેમજ ટ્રસ્ટીઓઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકે વિવિધ કૃતિ રજૂ કરી હતી.