ગોમતીપુર વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં ઉષા ટોકીઝથી હાજીગંફ્ફરની ચાલી સુધી પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો.પરંતુ ૩ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો નથી. પરિણામે સ્થાનિક જાગૃત નાગરીકે વીડિયો બનાવી તંત્ર પાસે સમારકામની માંગ કરી છે.