લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશને 12 નવેમ્બર બપોરે 1 વાગે નોંધાયેલી ફરિયાદ શિયાણીથી વરસાણી જવાના માર્ગે
જુગાર રમતા 7 જુગારીયાઓ ઝડપાયા
લીંબડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન શિયાણી- વરસાણી જવાના માર્ગે પોલીસના ભરતસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ અને પુષ્પરાજસિંહ વગેરે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. ગંજીપત્તે જુગાર રમી રહેલા પ્રવિણ ભગવાન મોટકા, પરાક્રમ રણજીત પરમાર, વિક્રમ ભાવુભાઇ રાઠોડ, પરશોતમ ઓડાભાઇ પરમાર, વિક્રમ દેવશી પરનાળિયા, મહેન્દ્ર તેજાભાઇ મકવાણા, અને વિશાલ જગદીશ મોટકા ને જુગાર ના પટમાં બાજી ખેલતા ઝડપી પાડ્યા હતા. જુગારના પટમાં થી રોકડ રકમ અને મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.