ગોધરા: શહેરના કનેલાવ વિસ્તારમાં વોટ્સએપ ગ્રુપની પોસ્ટનો ઠપકો આપવા જતાં પાડોશી પર હુમલો થતા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ
ગોધરાના કનેલાવ રોડ પર આવેલી 'શાંતિવન આશીર્વાદ બંગલોઝ' સોસાયટીમાં વોટ્સએપ ગ્રુપની પોસ્ટ બાબતે પાડોશીઓ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. સોસાયટીના ગ્રુપમાં પોતાના વિરુદ્ધ વાંધાજનક લખાણ લખવા બાબતે ચિરાગભાઈ ઠક્કર પાડોશી જીગરભાઈ ઝીંઝુવાડીયાને સમજાવવા ગયા હતા.તે સમયે ઉશ્કેરાઈ ગયેલા જીગરભાઈએ ચિરાગભાઈ અને તેમની પત્નીને ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસે ચિરાગભાઈની ફરિયાદના આધારે આરોપી જીગરભા