વાલિયા ગામમાં આવેલ વિવિધ પ્રતિમાઓ ખાતે દીપ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી સ્થિત ભગવાન બિરસા મુંડા અને કમળા માતાજીના મંદિર પાસે મહારાણા પ્રતાપજીની પ્રતિમા નજીક તેમજ અન્ય સ્થળે રાજપૂત સમાજના યુવાનો દ્વારા દીપ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આદિવાસી સમાજ અને અન્ય સમાજ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો.