ગોધરા: શહેરના બામરોલી રોડ પર પૂરઝડપે આવતી કારની અડફેટે વૃદ્ધાનું કરુણ મૃત્યુ, કારચાલક કાર લઈને ફરાર
ગોધરા શહેરના બામરોલી રોડ પર શાંતિનિવાસ સોસાયટી પાસે ૮ મેના રોજ પૂરઝડપે દોડતી કારની ટક્કરે ૬૦ વર્ષીય પાબેન કલાભાઈ વાદીનું સ્થળ પર જ મોત થયું. તેઓ રસ્તો પાર કરી રહ્યા હતા ત્યારે અકસ્માત બન્યો. ટક્કર બાદ કાર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. મૃતકના પુત્ર અર્જુનભાઈએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.