ગુજરાત સરકારના માહિતી કમિશનરની કચેરી દ્વારા અમલી 'મિડિયા ફેલોશિપ યોજના' ૨૦૨૫-૨૬ અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના બે તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.પત્રકારત્વ અને જનસંપર્ક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસારની કામગીરીથી માહિતગાર કરવાના હેતુથી આ ફેલોશિપ એનાયત કરવામાં આવે છે.