ગોધરા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર જેવા વ્યસ્ત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઇન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ હતી. આ અંગેના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા બાદ ગોધરા નગર પાલિકા સફાળી જાગી છે અને તાત્કાલિક ધોરણે તૂટેલી ડ્રેનેજ લાઇન રિપેરિંગ કામગીરી હાથ ધરી છે રેલવે સ્ટેશનના મેઈન ગેટ પાસે આવેલા જાહેર શૌચાલયની ગટર લાઇન લીકેજ થઈ હતી. જે ગટરનું ગંદુ પાણી અને મળમૂત્ર જાહેર રસ્તા પર રેલાતા અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી. સ્ટેશન પરઆવતા-જતા