માળીયા: માળીયાના મોટા ભેલા ગામે બાઈક ધીમુ ચલાવવા બાબતે થયેલ ઝઘડામાં મહિલાને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદી નોંધાઇ
Maliya, Morbi | May 23, 2025 માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે શેરીમાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપી ભાવેશ ખેંગારભાઈ ગોહેલે ફરિયાદી ભાનુબેન માવજીભાઈ રાઠોડના પુત્ર જેન્તીલાલ અને અશ્વિન ઉર્ફે અશોકભાઈ સાથે ઝઘડો કરી લાકડી તેમજ પથ્થરના છુટા ઘા મારી ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.