ગોધરા: ગોધરાના કળશ સર્કલ પાસે કારચાલકે ગાયને અડફેટે લીધી, બી ડિવિઝન પોલીસે માનવતા દાખવી ૧૯૬૨ની મદદ મેળવી
ગોધરાના કળશ સર્કલ પાસે વડોદરા-ગોધરા હાઈવે પર એક અજાણ્યા કારચાલકે ગાયને જોરદાર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે માનવતા દાખવી તુરંત પોતાનું વાહન થોભાવ્યું હતું. ગાયને ગંભીર ઈજાઓ હોવાથી તે ઊભી થઈ શકી ન હતી. પોલીસે ત્વરિત પગલાં લઈ '૧૯૬૨' કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ કરીને મૂંગા પશુ માટે સમયસર તબીબી સારવારની વ્યવસ્થા કરી આપી હતી. અકસ્માત કરનારની ન