ગોધરા: ગોધરા તાલુકાના સેગવા ગામે બોરના પાણી બાબતે ધીંગાણું: યુવક પર કુહાડી વડે હુમલો
ગોધરા તાલુકાના સેગવા ગામે પીવાના પાણીના બોર બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો થયો છે. ગામના જશવંતભાઈ નાયકાએ ૨૯ વર્ષીય ખેડૂત હિંમતભાઈ નાયકાને બોરનું પાણી પીવા દેવાની ના પાડી અપશબ્દો બોલ્યા હતા. આ અંગે પૂછવા જતા ઉશ્કેરાયેલા જશવંતભાઈએ હિંમતભાઈ પર લોખંડની કુહાડીથી હુમલો કરી માથામાં અને કાંડા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીએ તેમને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસે હિંમતભાઈની