ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાળુભા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાળુભા રોડ પર નાનભા પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં બાતમીના આધારે રેડ કરતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે રૂપિયા 12,61312 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.