ગોધરા: ગોધરામાં બે વોન્ટેડ આરોપીઓ અલગ-અલગ વિસ્તારમાંથી ઝડપાયા: શહેર બી ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી
ગોધરામાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ હેઠળ ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસની ડિસ્ટાફ ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમી અને આયોજનબદ્ધ ઘેરાબંધી કરીને મારામારીના ગુનામાં લાંબા સમયથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા છે.પ્રથમ કાર્યવાહીમાં, સિગ્નલ ફળિયાની મીમ મસ્જીદ પાસેથી આરોપી મુસ્તાક અબ્દુલ સત્તાર હસન ઉર્ફે ગટુને દબોચી લેવાયો હતો. જ્યારે બીજી કાર્યવાહીમાં, છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી વસીમ મોહમદ યુસુફ મીં