ગોધરા: પંચમહાલ પોલીસનો વિશેષ પ્રયોગ: ગુનાખોરી મુક્ત સમાજની દિશામાં 'મેન્ટર પ્રોજેક્ટ' હેઠળ આરોપીઓને હકારાત્મક માર્ગદર્શન
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા NDPS અને મિલકત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા ગોધરા ખાતે 'મેન્ટર પ્રોજેક્ટ' બેઠક યોજાઈ હતી. એસ.પી. હરેશ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટીંગમાં LCB, SOG અને ટાઉન પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નાર્કોટિક્સ અને મિલકત સંબંધી ગુનાના આશરે ૧૦૦ જેટલા આરોપીઓ અને તેમના માટે નીમવામાં આવેલા પોલીસ 'મેન્ટર સભ્યો' ઉપસ્થિત રહ્યા હતા. એસ.પી.શ્રીએ આરોપીઓને ગુનાખોરી અને નશો છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા હકારાત્મક માર્ગદર્શન આપ