ખંભાતના નગરા રોડ પર મુનિ યુનિવર્સલ સ્કૂલ આવેલી છે.જેમાં શિક્ષણને કલંક લગાવતો ગંભીર બનાવ સામે આવ્યો છે.આર્ટ શિક્ષક પ્રકાશ પટેલ દ્વારા નાના બાળકો સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં કરાતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો છે. શિક્ષક સામે એક્શન લેવાની જગ્યાએ વિકૃત શિક્ષકને છાવરતા મુનિ યુનિવર્સલ સ્કૂલના ડાયરેક્ટર સહીત આચાર્યાની પણ શંકાસ્પદ ભૂમિકા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.