મુન્દ્રા: કપાયા પાસે જીપકારની ટક્કરથી દ્વિચક્રી સવાર પતિ-પત્નીનાં મોત
Mundra, Kutch | Oct 11, 2025 મુંદરા તાલુકાના નાના કપાયામાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં જિંદાલ કંપની નજીક રોંગ સાઈડમાં પૂરઝડપે ધસી આવેલી બોલેરો જીપકારે બાઈકથી જઈ રહેલા મૂળ પંચમહાલના અને હાલે નાના કપાયામાં રહેતા બાઈકસવાર દંપતીને હડફેટે લીધી હતી, જેમાં હરિસિંહ ઉર્ફે અરવિંદભાઈ નિનામા (ઉ.વ. 50) અને તેમના પત્ની કમલાબેન હરિસિંહ નિનામા (ઉ.વ. 45)નાં ગંભીર ઈજાના પગલે મોત થયાં હતાં, જ્યારે તેમની સાથે રહેલા એક મહિલાને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. મુંદરા પોલીસે બોલેરોચાલકની અટક કરી આ