તળાજા: તળાજા-મહુવા હાઈવે પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત
ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા નેશનલ હાઈવે પર તળાજા નજીક ક્રિષ્ના હોટેલ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ત્યાંથી ફરાર થઈ ગ