પ્રાંત કચેરી દાંતા ખાતે ધરણાં કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યા તેમને વિધવા મહિલા કે જેનું મકાન તોડાયું છે તેની પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તેવું જણાવ્યું હતું અમને જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ન્યાય આપવા કોંગ્રેસ પાર્ટી હંમેશા લડી છે અને આમાં પણ સાથે રહેશે તેમને જણાવ્યું કે જ્યારે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે ત્યારે લોકોને ધરણાં પર આવવું પડ્યું છે આ આદિવાસીઓ એકલા નથી દાંતા તાલુકાના તમામ સમાજો એમની સાથે છે