ખંભાત શહેરના આંબાવાડી અમરધામ સ્થિત શ્રી સદ્દગુરુ કબીર સાહેબ મંદિર ખાતે આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સદ્દગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા આયોજિત 'મહિલા નવોદય મહાસભા (૨૦૨૬)' ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય મહિલા પ્રતિનિધિ પરમ પૂજ્ય કિરણદીદી સાહેબજીનું ભવ્ય આગમન અને વધામણા કરવામાં આવ્યા હતા.આશીર્વચન અને પાયલાગી કાર્યક્રમ દરમ્યાન કિરણદીદી સાહેબજીએ ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન પાઠવી સદ્દગુરુ કબીર સાહેબનો માનવ કલ્યાણનો સંદેશ પ્રસરાવ્યો હતો.