લીંબડી: લીંબડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 9 નવેમ્બર સવારે સત્સંગ હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
BAPS સંસ્થા મા લીંબડી ચુડા 15666 જેટલા બાળકો એ સંપૂર્ણ દિક્ષા ગ્રંથ ના સંસ્કૃત ના 315 શ્ર્લોકો મુખપાઠ કર્યા છે તે પૈકી લીંબડી મંદિર નીચે આવતા લીંબડી ચુડા બાળ પ્રવૃતિ ના 14 બાળકો અને 18 બાલિકાઓ મળી કુલ 32 બાળ બાલિકાઓ નું અભિવાદન અને વડિલ સંત શ્રીરંગ સ્વામી ની ઉપસ્થિતિમાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ રઘુભાઇ પટેલ અને 150 થી વધુ હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.