ભાવનગર શહેરના ચિત્ર રોડ પર આવેલી એક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સીદસર રોડ પર આવેલી સોસાયટીમાં બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી અને મકાનના રસોડામાંથી અંદર પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા મળી રૂપિયા 5,0000 ની મત્તા ઉઠાવી ગયાની બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.