ખંભાત: નગરપાલિકામાં એક જ કર્મચારી દ્વારા 4થી વધુ વિભાગનો ચાર્જ સાંભળતા આવતા વિવાદ
Khambhat, Anand | Sep 23, 2025 ખંભાત નગરપાલિકામાં શૈલેષભાઈ શાહ વાયરમેન તરીકે જોડાયા હતા. પરંતુ આજે તેઓ વાયરમેનમાંથી ફાયરમેન બની ગયા છે. વધુ પાલિકામાં ઇલેક્ટ્રિક વિભાગ, સફાઈ વિભાગ,લાઈટ વિભાગ સહીત ફાયર બ્રિગેડ વિભાગનો ચાર્જ સાંભળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.મહત્વનું છે કે, લાયકાત કે ડિગ્રી ન ધરાવતા એક જ કર્મચારીને 4થી વધુ વિભાગનો ચાર્જ સોંપવામાં આવતા વિપક્ષે પણ હોબાળો કર્યો છે.મહત્વનું છે કે, શૈલેષભાઈએ પોતે ફાયર ઓફિસરનો ચાર્જ છોડવા બાબતે 27 વાર અરજીઓ કરી છે.