ગોધરા: ગોધરા શહેરના જહૂરપુરા વિસ્તારમાં એકતા ચોકી પાસે તૂટેલા ગટરના ઢાંકણાંની કામગીરી પાલિકા ઉપપ્રમુખે જાતે ઊભા રહી કરાવી
ગોધરા શહેરના જહૂરપુરા વિસ્તારમાં આવેલ એકતા ચોકી પાસે છેલ્લાં લાંબા સમયથી ગટરનું ઢાંકણું તૂટેલું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ વચ્ચે ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી.પ્રજાની આ સમસ્યાને ધ્યાને લઈને પાલિકા ઉપપ્રમુખ ઇશાંત સોનીએ પોતે સ્થળ પર હાજર રહીને ગટરના ઢાંકણાની સમારકામ કામગીરી પૂર્ણ કરાવી હતી. આ મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે