ગીર સોમનાથના વેરાવળમાં રેન્જ આઈજીપીની આર.આર. સેલે દારૂની હેરાફેરી સામે મોટો સપાટો બોલાવ્યો છે. ટ્રેન મારફતે લવાયેલો વિદેશી દારૂનો જથ્થો વેરાવળના એક ભાડાના મકાન સુધી પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે 503 બોટલ વિદેશી દારૂ અને રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા હિન્દીભાષી શખ્સ દ્વારા આ જથ્થો ટ્રેન મારફતે મોકલાયો હોવાનું અને તે અન્ય ચાર શખ્સોને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. ટ્રેન મારફતે આટલો મોટો દારૂનો જથ્થો સહેલાઈથી વેરાવળ પહોંચી જતાં રેલવે સ્ટેશન પરની ચેકિંગ વ્યવસ્થા અને રેલવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે
#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice