જવેલ્સ સર્કલ નજીક રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક ચોરીની ઘટના બની હતી. પરિવારજનો બહારગામ પ્રસંગે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશી કબાટનો લોક તોડી મુદ્દામાલ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ મામલે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.