કડી: કડી તાલુકાના લ્હોર ગામે મણિપુરા તરફથી આવી રહેલા ડમ્પરે 14 વર્ષના બાળકને અડફેટે લેતા કરુણ મોત,ચાલક ડમ્પર મૂકી ફરાર
Kadi, Mahesana | Sep 17, 2025 કડી તાલુકાના લ્હોર ગામે 16 સપ્ટેમ્બર ના રોજ સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાવલુ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બર ના રોજ સાંજના ચારેક વાગ્યે ડમ્પર નંબર GJ38T 5842 નો ચાલક મણીપુરા તરફથી તરફ બાવલું તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન લહોર ગામે રહેતા સુરેશજી ઠાકોર નો 14 વર્ષીય દીકરો નૈઋત્ય તેના કાકા ના ઘરે રમવા માટે ગયો હતો.અને ત્યાંથી ઘરે પરત જઈ રહ્યો હતો,તે દરમિયાન આ ડમ્પરે પાછળથી ટક્કર મારતા પાછલા ટાયર નીચે આવી જતા કરુણ મોત થયું હતું