ડુંગરા PHC સરકારી હોસ્પિટલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: 3 આરોપીઓ તમામ મુદ્દામાલ સાથે ઝડપાયા
ડુંગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સરકારી હોસ્પિટલમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે અરબાજ ઉર્ફે પરચા જાકીર ખલીફા (ઉંમર 26), કરીમ સલીમ મનિહાર (ઉંમર 20) અને સલમાન સૈદુલ્લા ચૌધરી (ઉંમર 23) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી માઇક્રોસ્કોપ મશીન, કોમ્પ્યુટર મોનિટર, સીપીયુ, પ્રિન્ટર, વાઇફાઇ રાઉટર, યુપીએસ, ટીવી અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત ચોરી થયેલો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Sep 21, 2026