તળાજા: રાળગોંન ના વ્યક્તિએ માનવતા મહેકાવી
ભાવનગરમાં હૃદયરોગની સારવાર માટે આવેલા 75 વર્ષીય વૃદ્ધની મદદે આવ્યા તળાજા તાલુકાના રાળગોન ગામના મેહુલભાઈ બી. બારૈયા. મુશ્કેલીના સમયે તેમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં પરિવારને આયુષ્માન કાર્ડ કઢાવવામાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના વતની નરોતમભાઈ વલ્લભભાઈ રાવળને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતાં તેમના દીકરાઓ જીતુભાઈ અને સંજયભાઈ તેમને ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. તબીબ