ગોધરા: ગોધરા બી-ડિવિઝન પોલીસમથકના રાયોટીંગ કેસમાં મુખ્ય આરોપી જાકીર ઝભાને જડતી પંચનામુ કરવા ઘરે લઈ જવાયો.
ગોધરા બી-ડિવિઝન પોલીસમાં નોંધાયેલા રાયોટીંગ કેસમાં મુખ્ય આરોપી જાકીર ઝભાની ધરપકડ બાદ પોલીસે તેને કડક બંદોબસ્ત વચ્ચે તેના નિવાસસ્થાને જડતી પંચનામા માટે લઈ ગઈ હતી. આ કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા હોવાની શક્યતા છે. જાકીર ઝભા પર ગંભીર ગુનામાં સંડોવણીના આરોપોને લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલ આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોલીસે અન્ય સંડોવાયેલા આરોપીઓની સંભાવના પણ વ્યક્ત કરી છે અને વધુ ધરપકડ થઈ શકે છે.