માંડવી: તાલુકા મથક પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ડોક્ટરે અજાણ્યા ઇસમો વિરુદ્ધ રૂ. ૨,૯૯,૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
માંડવી તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમ નો ભોગ બનેલા ડોક્ટરે અજાણ્યા ઇસમો વિરુદ્ધ રૂપિયા બે લાખ 99 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે માંડવી મુખ્ય બજારમાં દવાખાનુ ચલાવતા ડોક્ટરનો ફોન હેક કરી અજાણ્યા ઈ સમયે તેમના બેંક ખાતામાંથી આ રકમ ઉપાડી લીધી હતી. ઉત્તર પ્રદેશ રાજ્યની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ધનપુરા શાખામાં ખાતું ધરાવતા સલમાન ખાન નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી