ગોધરા: ઘોઘંબા તાલુકામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે સફળ 'મોક ડ્રીલ' યોજાઈ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામે ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીના ભાગરૂપે સફળ મોક ડ્રીલ યોજાઈ. જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં પૂર કે ભારે વરસાદ જેવી કટોકટી દરમિયાન તંત્રની સજ્જતા ચકાસવામાં આવી. નાના સિંચાઈ તળાવ ખાતે ડૂબતા બાળકને સુરક્ષિત બચાવવાની રેસ્ક્યૂ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું. મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ડ્રીલમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને 108 એમ