ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં જુનવાણી મકાન ધરાશયી થતા 3 જેટલાં લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jul 3, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદને લઈને એક મકાન ધરાશાહી થવાની ઘટના બની હતી. કુંભારવાડા વિસ્તારમાં આવેલું જુનવાણી મકાન અચાનક ધરાશાહી થયું હતું. મકાન પડવાની ઘટનામાં ત્રણ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.