થરાદ: વાવ-થરાદ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી, થરાદ ખાતે યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેકટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મળી હતી.બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને આવકારી કાર્યવાહી શરૂ કરી હતી. બેઠક દરમિયાન કલેકટર પ્રજાપતિએ વાવ-થરાદ જિલ્લામાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ વિકાસ કાર્યોને ગતિ આપવા પર ભાર મૂક્યો