ગોધરા: પંચમહાલમાં ભોપલી ગેંગના 6 સાગરીતો પર ગુજસીટોક: ગૌવંશ તસ્કરી-કતલ સાથે સંકળાયેલા આરોપીઓ પર અત્યાર સુધીમાં 19 ગંભીર ગુના
પંચમહાલ જિલ્લામાં ગોવંશ તસ્કરી અને ગોવંશ કતલના ગુના આચરતી કુખ્યાત 'ભોપલી ગેંગ' વિરુદ્ધ પોલીસે કાયદાનું સૌથી કડક શસ્ત્ર ઉગામ્યું છે. આ ગેંગના ૬ સભ્યો વિરુદ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એટલે કે ગુજસીટોક હેઠળ ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે આ મામલે સપાટો બોલાવ્યો છે. એલ.સી.બી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ અહેમદ હુસેન સિદ્દીક વસકા અને સલમાન યામીન હસ