મહુધા: સુરત ખાતે યોજાયેલ DGP કપમાં મહુધા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે બે ગોલ્ડ મેડલ મેળવ્યા
Mahudha, Kheda | Oct 3, 2025 સુરત ખાતે યોજાયેલ ડીજીપી કપમાં મહુધાના મહિલા કોન્સ્ટેબલે બે ગોલ્ડ મેડલ મેળવ્યા ,સુરત ખાતેના SRP ગ્રુપ 11 વાવ ખાતે DGP વેઇટલિફ્ટિંગ કપ 2025-26 તાજેતરમાં યોજાયો હતો.જેમાં ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિતલબેન શિવાભાઈએ ટ્રેડિશનલ યોગાસના સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે.તેમજ આર્ટીસ્ટીક સિંગલ યોગાસના સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ એમ કુલ 2 ગોલ્ડ મેળવ્યા હતા.